ઉમેદવારોની યાદી જાહેર થતાં ઉમેદવારીનો ફોર્મ ભરવા પહોંચ્યા



ઉમેદવારોની યાદી જાહેર થતાં ઉમેદવારીનો ફોર્મ ભરવા પહોંચ્યા



દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદી બહાર આવતા જ ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
આ વખતે ભાજપે ‘નો રિપીટ થિયરી’ અપનાવીને મોટા ભાગના જુના ચહેરાઓને બદલે યુવા ઉમેદવારોને તક આપી છે. જિલ્લા પંચાયતની 22 બેઠકો, તાલુકા પંચાયતની 80 બેઠકો તેમજ ખંભાળિયા અને રાવલ નગરપાલિકાની 60 બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
યાદી જાહેર થતા જ જિલ્લા પંચાયત કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો અને તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયત ઉપરાંત ખંભાળિયા અને રાવલ નગરપાલિકામાં પણ યુવા અને સક્રિય કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
ખંભાળિયા સ્થિત જિલ્લા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો.




