ગુજરાતની સૌથી નાની ઉંમરની ઉમેદવાર જીતી, કહ્યું - ગુજરાતની દરેક દીકરીનો વિજય, Gen-Zનો વિજય



વિશ્વા નકુમ
ગુજરાતની સૌથી નાની ઉંમરની ઉમેદવાર જીતી, કહ્યું - ગુજરાતની દરેક દીકરીનો વિજય, Gen-Zનો વિજય



વિશ્વા નકુમ
Amreli Local Body Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી હાલ તમામ જગ્યાએ લીડમાં જોવા મળી રહી છે. ત્યારે અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 2માંથી ચૂંટણીના મેદાન-એ-જંગમાં ઉતરેલી 21 વર્ષીય ઉમેદવારનો વિજય થયો છે.
વોર્ડ નંબર 2માં ભાજપ દ્વારા 21 વર્ષીય વિશ્વા નકુમને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે મતગણતરી બાદ વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે. ત્યારે 21 વર્ષીય વિશ્વા નકુમના મોઢા પર પણ ખુશીની લાગણી જોવા મળી છે. તેમણે કહ્યું છે કે, આ ગુજરાતની દરેક દીકરીની જીત છે.
વિશ્વા નકુમ જણાવેછે કે, ‘વોર્ડ નંબર 2માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં મારી 855 મતની લીડથી જીત થઈ છે. તમામ મતદારોનો, પેનલના મેમ્બરોનો, ધારાસભ્ય જેવી કાકડીયાનો ખૂબ ખૂબ આભાર. આ માત્ર મારો વિજય નથી, ગુજરાતની દરેક દીકરીનો વિજય છે. Gen-Zનો વિજય થયો છે.’
તેઓ વધુમાં જણાવે છે કે, ‘તમામ મતદારોની આશાઓ પર ખરી ઉતરીશ. મારી ટિકિટ જાહેર થઈ, ત્યારે લોકોએ એજ્યુકેટેડ અને યંગ દીકરી હોવાથી મારા પર વિશ્વાસ મૂક્યો છે. મારી પ્રાથમિકતા વીજળી, પાણી અને સ્વચ્છતા છે. ત્યારબાદ હું હેલ્થ અને શિક્ષણ પર ભાર મૂકીશ. તમારા પ્રશ્નો અને મારો અવાજ આપણે સાથે કામ કરીશું.’




