અમેરિકામાં મેયર નીકળી ચીનની જાસૂસ, ગુનો કબૂલીને આપ્યું રાજીનામું



અમેરિકામાં મેયર નીકળી ચીનની જાસૂસ, ગુનો કબૂલીને આપ્યું રાજીનામું



America China Agent: અમેરિકામાં ચીન સાથે જોડાયેલા કથિત પ્રભાવ નેટવર્કનો મામલો સામે આવ્યો છે. આર્કેડિયા શહેરની મેયર આઇલીન વાંગે ચીન સરકાર માટે ગેરકાયદેસર એજન્ટ કરીકે કામ કરવાનો ગુનો સ્વીકાર્યો છે અને પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે.
સંઘીય અધિકારીઓ પ્રમાણે, વાંગ પર આરોપ છે કે, તેમણે અમેરિકી સરકારને જાણકારી આપ્યા વગર ચીન સરકારના હિતમાં કામ કર્યું હતું અને બેઇજિંગ સમર્થક સામગ્રીનો પ્રચાર કર્યો હતો. અમેરિકી કાયદા પ્રમાણે, કોઈ વિદેશી સરકારના એજન્ટ કરીકે કામ કરતા પહેલાં સૂચના આપવી પડે છે.
58 વર્ષીય વાંગ નવેમ્બર 2022માં સિટી કાઉન્સિલ માટે ચૂંટાઈને આવી હતી. ત્યારબાદ તેમને રોટેશન વ્યવસ્થા અંતર્ગત મેયર બનાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓ પ્રમાણે, વાંગ અને તેમના સહયોગી યાઓનિંગ માઇક સને 2020થી 2022 સુધી ચીન સરકારના અધિકારીઓના નિર્દેશ પર કામ કર્યું હતું. બંનેએ ‘US News Center’ નામની વેબસાઈટ ચલાવી, જે ચીની અમેરિકી સમાજ માટે હતી. આરોપ છે કે, આ વેબસાઇટ પર ચીન સમર્થિત સામગ્રી મૂકવામાં આવતી હતી. માઇક સન પહેલાં આ મામલે ગુનો સ્વીકારી ચૂક્યા છે અને તેમને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. તેઓ વાંગના 2022 ચૂંટણી અભિયાનના ટ્રેઝરર પણ હતા. સંપર્ક અધિકારીઓએ કહ્યુ કે, વાંગનો સંપર્ક જોન શેન સાથે પણ હતો, જેમણે ચીન સરકારના એજન્ટ તરીકે કામ કરવાનો ગુનો કબૂલ કર્યો હતો અને તેમને 20 મહિનાની જેલ થઈ હતી.
વાંગના વકીલ જેશન લિઆંગ અને બ્રાએન સને નિવેદન જાહેર કર્યું છે કે, તેમના મુવક્કિલ આરોપીની ગંભીરતા સમજે છે અને વ્યક્તિગત ભૂલોની જવાબદારી લે છે. તેમને તેમના નિર્ણયો પર પસ્તાવો છે અને માફી માગી ચે. આર્કેડિયા સમુદાય પ્રતિ તેમનું સમર્પણ ઓછું નથી થયું.
સંઘીય અધિકારીઓ પ્રમાણે, આ અપરાધ ગંભીર શ્રેણીનો છે અને ગુનો સાબિત થાય તો વધુમાં વધુ 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. લોસ એન્જલસની સંઘીય અદાલતમાં વાંગને હાજર કરવામાં આવશે અને આવનારા અઠવાડિયામાં તેઓ ઔપચારિક રીતે ગુનો સ્વીકારી શકે છે. આર્કેડિયા લોસ એન્જલસથી 21 કિલોમીટર દૂર સ્થિત શહેર છે, જ્યાં મોટી સંખ્યામાં એશિયાઈ અને ખાસ કરીને ચીની મૂળના લોકો રહે છે.




