Get News Alerts

Never miss breaking news updates.

અમેરિકન વિદેશમંત્રી પત્ની સાથે ‘તાજ’ની મુલાકાતે, શેર કરી તસવીરો

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારતના પ્રવાસના ત્રીજા દિવસે સાત અજાયબીમાંથી એક તાજમહેલ જોવા પહોંચ્યા હતા. આ સાથે તેમની પત્ની જેનેટ ડી. રુબિયો, અમેરિકાના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ગૈબ્રિયલ અને ભારત સ્થિત અમેરિકી દૂતાવાસના રાજદૂત સર્જિયો ગોર પણ હતા.
Admin
AdminUpdated on: 25 May 2026 04:41 PM IST
અમેરિકન વિદેશમંત્રી પત્ની સાથે ‘તાજ’ની મુલાકાતે, શેર કરી તસવીરોઅમેરિકન વિદેશમંત્રી પત્ની સાથે ‘તાજ’ની મુલાકાતે, શેર કરી તસવીરો

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો ભારતના પ્રવાસના ત્રીજા દિવસે સાત અજાયબીમાંથી એક તાજમહેલ જોવા પહોંચ્યા હતા. આ સાથે તેમની પત્ની જેનેટ ડી. રુબિયો, અમેરિકાના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ગૈબ્રિયલ અને ભારત સ્થિત અમેરિકી દૂતાવાસના રાજદૂત સર્જિયો ગોર પણ હતા.

ગોરે તાજ સામે પડાવેલા ત્રણ ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા. તેમાં રૂબિયો દંપતી અને ગૈબ્રિયલને પણ જોઈ શકાય છે. આ તસવીરો સાથે ગોરે લખ્યું માર્કો રૂબિયો, જેનેટ ડી. રૂબિયો અને રોબર્ટ ગૈબ્રિયલ સાથે આઇકોનિક તાજમહેલ પર ફરીવાર આવીને શાનદાર અનુભૂતિ થઈ. તેમણે તાજમહેલને ભારતની અસાધારણ વિરાસત અને કારીગરીનું અદ્ભુત પ્રતિક ગણાવ્યું અને કહ્યુ કે, તેની સુંદરતા હંમેશા મંત્રમુગ્ધ કરી દે છે.

માર્કો રુબિયો ચાર દિવસીય યાત્રા પર ભારત આવ્યા છે. યાત્રાની શરૂઆત તેમણે કોલકાતાથી કરી હતી અને ત્યારબાદ દિલ્હી આવ્યા હતા, જ્યાં તેમનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી અને તેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી વ્હાઇટ હાઉસ આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. રવિવારે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે તેમની દ્વિપક્ષીય વાર્તા ખાસી સફળ રહી હતી.

ત્રીજા દિવસે તેમણે આગ્રા અને પછી રાજસ્થાન તરફ મુલાકાતનો દોર આગળ વધાર્યો હતો. પત્ની સાથે તેઓ આમેર મહેલ ફરવા ગયા છે. જ્યાં તેઓ રાજસ્થાનની સંસ્કૃતિ અને પરંપરાથી રૂબરૂ થશે. તેમના આગમનને પગલે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આમેરનો મહેલ યાત્રિકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

બપોરે દોઢ વાગ્યા આસપાસ વિશેષ વિમાન દ્વારા તેઓ આગ્રાથી જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. સોમવાર તેઓ જયપુરમાં વિતાવશે અને ત્યારબાદ મંગળવારે સવારે દિલ્હી જવા માટે રવાના થશે. જ્યાં તેઓ ક્વાડ બેઠકમાં ભાગ લેશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, રક્ષા, ઊર્જા અને રણનૈતિક મામલે સહયોગ વધુ મજબૂત કરવો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.