Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ: ‘જનરક્ષક’ પોલીસ ગાડી પર રીલ બનાવવાનો વીડિયો વાયરલ, તપાસ શરૂ

સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનેડ વિસ્તારમાં રાત્રિના સમયે એક પોલીસ વાહન પાર્ક કરેલું જોવા મળે છે. આ ગાડીના આગળના બોનેટ પર બેસીને કેટલાક લોકો ફિલ્મી અંદાજમાં પોઝ આપી વીડિયો બનાવતા દેખાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘તું ખીંચ મેરી ફોટો’ ગીત વાગતું સાંભળાય છે, જેનાથી સમગ્ર ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 May 2026 11:48 AM IST
અમદાવાદ: ‘જનરક્ષક’ પોલીસ ગાડી પર રીલ બનાવવાનો વીડિયો વાયરલ, તપાસ શરૂઅમદાવાદ: ‘જનરક્ષક’ પોલીસ ગાડી પર રીલ બનાવવાનો વીડિયો વાયરલ, તપાસ શરૂ

અમદાવાદ અમદાવાદમાં પોલીસની સરકારી ‘112 જનરક્ષક’ ગાડીનો દુરુપયોગ થવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાગરિકોની સુરક્ષા અને પેટ્રોલિંગ માટે ઉપયોગમાં લેવાતી આ ગાડી પર બેસીને રીલ બનાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે, જેને લઈને લોકોમાં અસંતોષ ફેલાયો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

વાયરલ વીડિયોમાં સાબરમતી રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનેડ વિસ્તારમાં રાત્રિના સમયે એક પોલીસ વાહન પાર્ક કરેલું જોવા મળે છે. આ ગાડીના આગળના બોનેટ પર બેસીને કેટલાક લોકો ફિલ્મી અંદાજમાં પોઝ આપી વીડિયો બનાવતા દેખાય છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘તું ખીંચ મેરી ફોટો’ ગીત વાગતું સાંભળાય છે, જેનાથી સમગ્ર ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના રિવરફ્રન્ટના પૂર્વ વિસ્તારમાં બની હોવાની સંભાવના છે. વીડિયો સામે આવતા જ રિવરફ્રન્ટ પોલીસ સક્રિય થઈ છે. પોલીસ દ્વારા જણાવાયું છે કે વીડિયોની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ ગાડીનો નંબર અને ચોક્કસ સ્થળ સ્પષ્ટ ન હોવાથી, વીડિયો તાજેતરનો છે કે જૂનો તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

આ ઘટનાએ પોલીસ તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સામાન્ય રીતે જનરક્ષક ગાડીઓ 24 કલાક નાગરિકોની સુરક્ષા માટે તૈનાત રહે છે. ત્યારે આવી સંવેદનશીલ જગ્યાએ ગાડીનો આ પ્રકારનો ઉપયોગ કેવી રીતે થયો, તે અંગે લોકોમાં ચર્ચા છે. જો આ મામલે કડક પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં સરકારી સંપત્તિનો દુરુપયોગ વધવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.