અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત



અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ તૂટતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત



અમદાવાદ અમદાવાદ સ્થિત એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. હોસ્ટેલના બી બ્લોકના એક રૂમમાં અચાનક સ્લેબ તૂટી પડતા એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી મુજબ, હોસ્ટેલનું બાંધકામ જર્જરિત હાલતમાં હોવાને કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવ સમયે રૂમમાં રહેલા વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. અન્ય વિદ્યાર્થીઓ તરત જ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની મદદે દોડી આવ્યા અને તેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સદભાગ્યે, વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી નહોતી અને પ્રાથમિક સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જોકે, આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
વિદ્યાર્થીઓએ હોસ્ટેલની જર્જરિત હાલત અંગે કોલેજ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ ઘટના બાદ હોસ્ટેલની સલામતી વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.




