Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, 34 વર્ષ જૂના બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો

વટવામાં 1992માં ફરજાના નામની મહિલાને તેના જ પતિને તેને મારીને ઘરના અંદર દાટી દેવામાં આવી હતી. પોલસ તપાસ દરમિયાન તે ઘરના અંદરથી એક માનવ હાટપિંજર મળી આવ્યુ હતુ. તે ડીએનએ માટે તેના ભાઈ સાથે મેચ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જેના કારણે ફરજાના નામની મહિલાને તેના જ પતિને તેને મારીને ઘરની અંદર દાટી દેવામાં આવી હતી. આ મામલો જ્યારે બહાર આવ્યો કે આરોપીઓને ડર હતો કે ફરજાના નામની મહિલા તેમને હેરાન કરે છે. તે માટે દર શુક્રવારે આરોપીઓ જૂના ઘરની બહાર દીવો કરતા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 May 2026 01:36 PM IST
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, 34 વર્ષ જૂના બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ખુલાસો, 34 વર્ષ જૂના બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો

અમદાવાદના વટવા વિસ્તારમાં 34 વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી લીધો છે. વર્ષ 1992માં ફરજાના નામની મહિલાની હત્યા કરીને તેની લાશ ઘરની અંદર જ દાટી દેવામાં આવી હતી. હવે પોલીસ તપાસ દરમિયાન માનવ હાડપિંજર મળી આવતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. DNA ટેસ્ટમાં મૃતક મહિલાના ભાઈ સાથે મેચ થતાં પોલીસે હત્યાનો ગુનો સાબિત કર્યો છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કુતુબનગર વિસ્તારમાં આવેલા એક જૂના મકાનમાં વર્ષો પહેલા મહિલાની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મકાન પર નજર રાખવાની શરૂઆત કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ દર શુક્રવારે બંધ મકાનની બહાર દીવો કરતા હતા. આ હરકતથી પોલીસની શંકા વધુ મજબૂત બની હતી.

પોલીસે JCBની મદદથી જૂના મકાનનું ખોદકામ કરાવ્યું હતું. દરમિયાન ઘરની અંદરથી માનવ હાડપિંજર મળી આવ્યું હતું. ત્યારબાદ મૃતકની ઓળખ માટે DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ફરજાનાના ભાઈના DNA સાથે અવશેષો મેચ થતાં હત્યાનો ભેદ ખુલ્યો હતો.

આ કેસમાં પોલીસે પતિ સમસુદ્દીન અને જેઠ ઇકબાલની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓને ફરજાનાનો આત્મા પરેશાન કરતો હોવાનો ડર હતો. તેથી તેઓ દર શુક્રવારે મકાન બહાર દીવો કરતા હતા. ACP ભરત પટેલ અને PI એ.પી. જેબલિયાની ટીમની તપાસમાં આખો મામલો બહાર આવ્યો હતો.

આ હત્યાકાંડમાં કુલ ચાર લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે આરોપીઓના કુદરતી મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ સાથે જ ક્રાઈમ બ્રાન્ચે 34 વર્ષ જૂના બ્લાઈન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી લીધો છે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.