ખંભાળિયામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસ દ્વારા અટકાયત



ખંભાળિયામાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પોલીસ દ્વારા અટકાયત



સુરેન્દ્રનગર/ખંભાળીયા: કેટલાક દિવસોથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર પોલીસ દ્વારા અનધિકૃત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં આ સ્થિતિ ફરી એકવાર સામે આવી હતી, જ્યાં AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પોતાના કાર્યકરો સાથે પહોંચી રહ્યા હતા. તેઓ બિહારના કાર્યકર દીપકકુમાર સિંગ સામે થયેલી ફરિયાદ અંગે રજૂઆત કરવા ગયા હતા.
પોલીસ સ્ટેશનમાં ઈસુદાન ગઢવી અને કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગઢવીનો આક્ષેપ હતો કે AAP કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરવામાં આવી છે, જે પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઊભા કરે છે. ઘટનાસ્થળે પોલીસ દ્વારા મોબાઇલ કેમેરા પરથી વીડિયો ઉતારતા કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા, જેને કારણે વિરોધ અને હોબાળો ફેલાયો. આ પરિસ્થિતિને સંભાળવા માટે DYSP, LCB અને SOGનો કાફલો પહોંચી ગયો હતો.
સુરેન્દ્રનગરમાં મૌલિક હક માટે રજૂઆત કરતા AAPના ચાર નેતાઓ સામે ત્રીજી નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં શહેર પ્રમુખ કમલેશ કોટેચા, પ્રભારી દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહને 1 એપ્રિલ સુધી હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. AAPના નેતા મનોજ સોરઠીયાએ આ દરમિયાન આક્ષેપ કર્યો કે, “પ્રજાના હિત માટે રજૂઆત કરતા નેતાઓ અને કાર્યકર્તાઓ સામે 45 FIR લગાવવામાં આવી છે, જયારે અન્ય પક્ષના નેતાઓને કોઈ કાર્યવાહીનો સામનો નથી. આથી પોલીસનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે.”
AAPના કાર્યક્રમો અને લોકપ્રતિનિધિ કાર્ય પર પ્રતિબંધ લગાવતા આ બનાવે રાજકીય માહોલ તાણવાળું બનાવ્યું છે.




