AAPના રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા



AAPના રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા



રાઘવ ચઢ્ઢાને રાજ્યસભા ઉપનેતા પદથી હટાવાયો, પાર્ટી તરફથી બોલવાની સમયસીમા પર પણ નિયંત્રણ રાજ્યસભા સાંસદ સભ્ય રાધવ ચઢ્ઢાને આમ આદમી પાર્ટી (AAP) એ તેમને રાજ્યસભામાં પાર્ટી ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. તેમની જગ્યાએ સાંસદ
અશોક મિત્તલ હવે પાર્ટીના ઉપનેતા તરીકે કાર્યરત રહેશે.
પાર્ટી દ્વારા રાજ્યસભા સચિવાલયને આદેશ આપવામાં આવ્યો છે કે રાઘવ ચઢ્ઢાને સદન દરમિયાન પાર્ટી નેતા તરીકે બોલવાની તક આપવામાં ન આવે. એનો અર્થ એ કે તેમના ભાષણ માટેની સમયસીમા પર પણ હવે પાર્ટીનો નિયંત્રણ રહેશે.
પાર્ટી સ્રોતોના જણાવ્યા મુજબ, હવે તેમને સંસદમાં બોલવા માટે આપવામાં આવનારો સમય ઘટાડવામાં આવશે. છેલ્લા સમયથી રાઘવ ચઢ્ઢા સંસદમાં લોકોને જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર સક્રિય રહ્યા હતા, જેમાં એરપોર્ટ પર ૧૦ રૂપિયાની ચા અને ડિલિવરી બોયઝના પ્રશ્નો સહિતના મુદ્દાઓ સામેલ છે.
સ્રોતોનું કહેવું છે કે રાઘવ ચઢ્ઢા કેટલીક બાબતો પર પાર્ટી સાથે ચર્ચા કર્યા વિના બોલતા હતા અને રાજ્યસભામાં કયા મુદ્દા પર તેઓ ભાષણ આપશે તેની જાણકારી પણ પાર્ટીને નથી આપતા હતા. આ બાબતે પાર્ટી દ્વારા તેમને પહેલાથી ચેતવણી પણ આપવામાં આવી હતી.
હાલ સુધી પાર્ટી તરફથી રાઘવ ચઢ્ડા વિરુદ્ધ લેવામાં આવેલ આ પગલાની વિગતવાર અને સચોટ કારણ જાહેર કરાયું નથી, પરંતુ આ નિર્ણય તેમના કાર્યશૈલીને લઇને લેવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે.
AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા AAP એ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવી દીધા છે. પાર્ટીએ સચિવાલયને પત્ર લખીને વિનંતી કરી છે કે ચઢ્ઢાને સંસદમાં બોલવાનો સમય ન આપવામાં આવે. પંજાબના સાંસદ ડૉ. અશોક મિત્તલ નવા ઉપનેતા હશે.




