Get News Alerts

Never miss breaking news updates.

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે

આમ આદમી પાર્ટી (AAP)ની અંદર રાજકીય હલચલ સર્જાયાની ચર્ચાઓ વચ્ચે રાજ્યસભાના ત્રણ સાંસદો ભાજપમાં જોડાયા ગયા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે. ત્રણેય નેતાઓ અગાઉ આમ આદમી પાર્ટીના સંગઠન અને નીતિગત નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.
Rahul Desai
Rahul DesaiUpdated on: 24 Apr 2026 03:56 PM IST
AAP સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશેAAP સાંસદ રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાશે

દિલ્હીમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે દેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું કે, “અમે નિર્ણય કર્યો છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ભાગરૂપ 2/3 સભ્યો તરીકે અમે ભારતના બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને પોતાને ભારતીય જનતા પાર્ટી જઈ રહ્યા છે.

આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. જો આ નિર્ણય અમલમાં આવે તો રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના સંખ્યાબળમાં મોટો ફેરફાર આવી શકે છે અને ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની શકે છે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંદીપ પાઠક અને અશોક મિત્તલે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે. ત્રણેય નેતાઓ અગાઉ આમ આદમી પાર્ટીના સંગઠન અને નીતિગત નિર્ણયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.

આ ઘટનાને લઈને વિવિધ રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શક્યતા છે. હાલ સુધી આમ આદમી પાર્ટી અથવા ભાજપ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.

રાજ્યસભાની રાજકીય ગણિતમાં આ ઘટનાને મહત્વપૂર્ણ ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે અને આગળની સ્થિતિ પર સૌની નજર ટકેલી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.