Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં સાયબર સુરક્ષા પર મોટી બેઠક યોજાઈ

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે કેવી રીતે વધુ અસરકારક રીતે લડાઈ લડી શકાય તે મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
Admin
AdminUpdated on: 09 Apr 2026 04:31 PM IST
ગાંધીનગરમાં સાયબર સુરક્ષા પર મોટી બેઠક યોજાઈગાંધીનગરમાં સાયબર સુરક્ષા પર મોટી બેઠક યોજાઈ

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ મહાનિદેશક (DGP) ડૉ. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ તેમજ તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રાજ્યમાં વધતા સાયબર ગુનાઓ સામે કેવી રીતે વધુ અસરકારક રીતે લડાઈ લડી શકાય તે મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચામાં ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી જેવી નવી મોડસ ઓપરેન્ડી પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ થયો હતો. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કરવામાં આવતી કામગીરીનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું, જેમાં હેલ્પલાઇન 1930 મારફતે ફરિયાદોના ત્વરિત નિવારણ, શંકાસ્પદ નાણાકીય ટ્રાન્ઝેક્શન અટકાવવાની પ્રક્રિયા અને નોંધાયેલી FIRની ઝડપી તપાસ કરીને પીડિતોને રિફંડ અપાવવાની કામગીરી પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

બેઠકમાં ડેટા એનાલિટિક્સ, ડિજિટલ ફોરેન્સિક્સ અને રિયલ-ટાઈમ ઇન્ટેલિજન્સ એકત્રિત કરવાની આધુનિક પદ્ધતિઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને માનવ સંસાધનોના સક્ષમીકરણ પર ભાર મૂકાયો હતો. અધિકારીઓને નિયમિત તાલીમ અને વર્કશોપ દ્વારા નવીન ટેકનોલોજીથી અપડેટ રહેવા સૂચના આપવામાં આવી હતી.

આ પ્રસંગે DGP ડૉ. કે.એલ.એન રાવે જણાવ્યું કે સાયબર ગુનાઓ સામે લડવા માટે પ્રોએક્ટિવ અભિગમ અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને આધુનિક ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરીને અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધવા અને રિયલ-ટાઈમ માહિતી શેર કરવા આહ્વાન કર્યું. સાથે જ નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા શાળાઓ, કોલેજો અને સામાજિક પ્લેટફોર્મ્સ દ્વારા વિશેષ અભિયાન ચલાવવા પર પણ ભાર મૂક્યો હતો.

AUTHOR
Admin

Admin

Author details are not available.