પેટ્રોલ અને ડિઝલ ની ખોટી અફવાના કારણે 2 જ દિવસમાં 65 હજાર લોકોએ મેટ્રો અને AMTSમાં કરી મુસાફરી



પેટ્રોલ અને ડિઝલ ની ખોટી અફવાના કારણે 2 જ દિવસમાં 65 હજાર લોકોએ મેટ્રો અને AMTSમાં કરી મુસાફરી



શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ખતમ થઈ રહી તેવી અફવાને પગલે અમદાવાદની જનતા ભારે પેનિક થઈ ગઈ હતી. અને પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી હતી. સરકારે સ્પષ્ટ કરીને કહ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને અફવાનો વિશ્વાસ ન રાખવા માટે નિવેદન આપ્યું છે.
તેના કારણે લોકો પેનિક થઈ ને પોતાના વાહન છોડીને ખાનગી વાહનો જેમ કે મેટ્રો અને એએમટીએસમાં મુસાફરી કરવા લાગ્યા હતા. ફક્ત 2 જ દિવસમાં 65 હજારથી વધુ લોકો સરકારી વાહનોમાં મુસાફરી કરી હતી. જેના કારણે એએમટીએસમાં આવકમાં જોરદાર ઉછાળો થયો હતો.
આ અફવાના કારણે માત્ર બે જ દિવસમાં ઓછામાં ઓછા 65,000 જેટલા મુસાફરોએ શહેરની મેટ્રો અને એએમટીએસ (AMTS) બસ સેવા દ્વારા મુસાફરી કરી છે, જે સામાન્ય દિવસો કરતા ઘણી વધુ નોંધાઈ છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે પેટ્રોલ અને ડિઝલનો પૂરતો સ્ટોક છે. તો પણ લોકો પેટ્રોલ પંપ ઉપર કલાકો સુધી લાઈનમાં ઉભી રહી ગયા હતા.અને મોટા ભાગના લોકો નોકરીકે ઓફિસ જવા માટે પોતાના વાહન મુકીને સરકારી વાહનનો ઉપયોગ કરવા લાગ્યા હતા.




