અમદાવાદમાં વધુ 4 ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ આવશે



ફાઈલ ફોટો
અમદાવાદમાં વધુ 4 ડબલ ડેકર AC ઇલેક્ટ્રિક બસ આવશે



ફાઈલ ફોટો
અમદાવાદ | અમદાવાદ શહેરમાં જલદી જ વધુ ડબલ ડેકર બસો રસ્તાઓ પર જોવા મળશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા ચાર તૈયાર બનાવેલી ડબલ ડેકર Type-II AC ઇલેક્ટ્રિક બસ ખરીદવા માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે.
આ ખરીદીમાં બે વિશેષ ચાર્જર અને 10 વર્ષનો કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (CAMC) અથવા 10 લાખ કિમી (જે પહેલું પૂર્ણ થાય તે)નો સમાવેશ થાય છે. કરાર મુજબ પસંદ થયેલ ઓપરેટર બસોની દૈનિક જાળવણી, સફાઈ અને ટેકનિકલ મેન્ટેનન્સ માટે જવાબદાર રહેશે, જેથી સલામતી અને વિશ્વસનીયતા જાળવી શકાય.
નવી બસોની ખાસિયતો:
• ઇલેક્ટ્રિક સંચાલન: બસો હાઈ-કૅપેસિટી Li-ion અથવા Li-ion ફોસ્ફેટ બેટરીથી ચાલશે
• રેન્જ: એક વખત ચાર્જ કર્યા પછી (80% ચાર્જ પર) સંપૂર્ણ AC સાથે ઓછામાં ઓછું 120 કિમી સુધી ચાલશે
• સલામતી અને ટેક્નોલોજી: દરેક બસમાં 5 CCTV કેમેરા (48 કલાક બેકઅપ સાથે), પેનિક બટન અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ (PIS) રહેશે
• પ્રવાસીઓ માટે સુવિધા: પાવર ઓપરેટેડ દરવાજા, ડબલ ડેકર ડિઝાઇન અને દિવ્યાંગ માટે સુલભ સુવિધાઓ
ઉલ્લેખનીય છે કે AMTSએ લગભગ 30 વર્ષ બાદ ફેબ્રુઆરી 2024માં ફરીથી ડબલ ડેકર બસ સેવા શરૂ કરી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નવી બસોને શહેર અને આસપાસના વિસ્તારોમાં નિયમિત રૂટ પર ચલાવવાની યોજના ધરાવે છે.




