PM મોદીની બાગી સાંસદો સાથે બેઠક, કહ્યું- ‘ટેન્શન ન લો, હું તમારી સાથે છું’

PM Modi rebel MPs meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાગી સાંસદો સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજી હતી. આ બેઠકમાં શિવસેના (શિંદે જૂથ), NCP સાથે જોડાયેલા બાગી સાંસદો સહિત કુલ 45 સાંસદો સાથે વડાપ્રધાને વાતચીત કરી હોવાનું જણાવાયું છે. બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને ચિંતા ન કરવાની ખાતરી આપતા કહ્યું કે NDA એક પરિવાર છે અને તેઓ પણ આ પરિવારનો હિસ્સો છે....
Rupin Bakraniya
Rupin Bakraniya
PM મોદીની બાગી સાંસદો સાથે બેઠક, કહ્યું- ‘ટેન્શન ન લો, હું તમારી સાથે છું’PM મોદીની બાગી સાંસદો સાથે બેઠક, કહ્યું- ‘ટેન્શન ન લો, હું તમારી સાથે છું’

PM Modi rebel MPs meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાગી સાંસદો સાથે બ્રેકફાસ્ટ મીટિંગ યોજી હતી. આ બેઠકમાં શિવસેના (શિંદે જૂથ), NCP સાથે જોડાયેલા બાગી સાંસદો સહિત કુલ 45 સાંસદો સાથે વડાપ્રધાને વાતચીત કરી હોવાનું જણાવાયું છે. બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને ચિંતા ન કરવાની ખાતરી આપતા કહ્યું કે NDA એક પરિવાર છે અને તેઓ પણ આ પરિવારનો હિસ્સો છે.

‘ટેન્શન ન લો, હું તમારી સાથે છું’
મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ સાંસદોને કહ્યું કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી અને ભાજપ પોતાના તમામ સહયોગી પક્ષો તથા સાંસદોની સાથે છે. તેમણે સાંસદોને સંસદના ચોમાસુ સત્ર દરમિયાન પક્ષ-વિપક્ષની ચર્ચામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી હતી. PM મોદીએ સાંસદોને સંસદના ઇતિહાસનો અભ્યાસ કરવા, ચર્ચાઓને સમજવા અને સંસદમાં પોતાના વિચારો રજૂ કરવા પણ જણાવ્યું હતું.

NDAને ગણાવ્યું ‘પરિવાર’
બેઠક દરમિયાન વડાપ્રધાને NDAને એક પરિવાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તમામ સાથી પક્ષો અને સાંસદોનું સન્માન કરવામાં આવશે અને દરેકને પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે. તેમણે સાંસદોને પોતાના રાજ્યો અને મતવિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી હતી. PM મોદીએ કહ્યું કે રાજ્ય આગળ વધશે તો દેશ પણ આગળ વધશે.

પાર્થ પવાર સાથે કરી ખાસ વાતચીત
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ NCP (અજિત પવાર) સાથે જોડાયેલા સાંસદ પાર્થ પવાર સાથે અલગથી વાતચીત કરી હોવાનું પણ સામે આવ્યું છે. PM મોદીએ તેમની માતા સુનેત્રા પવારના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ કરી હતી અને માતાનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. મળતી માહિતી મુજબ બંને વચ્ચે મરાઠીમાં વાતચીત પણ થઈ હતી.

સાંસદોને મતવિસ્તારના વિકાસ પર ધ્યાન આપવા અપીલ
PM મોદીએ સાંસદોને પોતાના સંસદીય મતવિસ્તારમાં વિકાસ કાર્યોને આગળ વધારવા અને સાંસદ તરીકે મળેલી સત્તાઓનો અસરકારક ઉપયોગ કરવા જણાવ્યું હતું. વિકાસ સંબંધિત કોઈપણ મુદ્દા માટે સીધા વડાપ્રધાન કાર્યાલય (PMO)નો સંપર્ક કરવા પણ તેમણે જણાવ્યું હોવાનું જાણવા મળે છે.

‘સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો’
વડાપ્રધાને સાંસદોને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય સારું રહેશે તો જ દેશ અને જનતાની વધુ સારી રીતે સેવા કરી શકાશે. સાથે જ તેમણે સાંસદોને ગરીબો, મજૂરો અને ખેડૂતો સહિત સામાન્ય લોકો સાથે સતત સંપર્કમાં રહેવા તથા તેમની સમસ્યાઓ સમજવા અપીલ કરી હતી.