Get News Alerts

Never miss breaking news updates.

ગૌ વિશ્વ વિદ્યાપીઠમની વર્ષગાંઠ: ગૌ સંવર્ધન અને સંશોધનને નવી દિશા મળવાની આશા

આ પ્રસંગે રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૪૫ વર્ષથી ગૌસેવા સાથે જોડાયેલા છે અને ગૌ સંશોધન તથા પંચગવ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્થાના પ્રથમ વર્ષ પૂર્ણ થવા બદલ તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે તેમણે મોરબી ખાતે ગૌ પંચગવ્ય સંશોધન કેન્દ્ર અને ૨૦૦થી વધુ ગાયો માટે ગૌ હોસ્ટેલ સ્થાપવા માટે આમંત્રણ પણ આપ્યું હતું.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 02:32 PM IST
ગૌ વિશ્વ વિદ્યાપીઠમની વર્ષગાંઠ: ગૌ સંવર્ધન અને સંશોધનને નવી દિશા મળવાની આશાગૌ વિશ્વ વિદ્યાપીઠમની વર્ષગાંઠ: ગૌ સંવર્ધન અને સંશોધનને નવી દિશા મળવાની આશા

ગાંધીનગર  : ગૌ સંવર્ધન અને ગૌ આધારિત સંશોધનને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે, ગાંધીનગર ખાતે કડી સર્વ વિશ્વ વિદ્યાલયમાં ગૌ વિશ્વ વિદ્યાપીઠમની પ્રથમ વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

કાર્યક્રમ દરમિયાન ગૌ વિજ્ઞાન, પંચગવ્ય સંશોધન તથા ગૌ સંવર્ધન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનની નવી શક્યતાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 45 વર્ષથી ગૌસેવા સાથે જોડાયેલા છે અને મોરબી ખાતે ગૌ પંચગવ્ય સંશોધન કેન્દ્ર તેમજ 200થી વધુ ગાયો માટે ગૌ હોસ્ટેલ સ્થાપવા આમંત્રણ આપ્યું હતું.

પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૌ સંવર્ધનને આરોગ્ય અને માનસિક શાંતિ સાથે જોડતાં તેના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

અધિકારીઓએ આગામી સત્રથી ગૌ આધારિત વિશેષ અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી, જે અંતર્ગત ગૌ સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.
 

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.