Zepto IPO પર મોટો ખુલાસો: EDએ ફાઉન્ડર્સને મોકલ્યા સમન્સ



ફાઈલ ફોટો
Zepto IPO પર મોટો ખુલાસો: EDએ ફાઉન્ડર્સને મોકલ્યા સમન્સ



ફાઈલ ફોટો
નવી દિલ્હી: ક્વિક કોમર્સ કંપની જેપ્ટોના પ્રસ્તાવિત IPO ડ્રાફ્ટ પેપરમાં મોટો ખુલાસો થયો છે. કંપનીના સ્થાપક આદિત પલિચા અને કૈવલ્ય વોહરાને એપ્રિલ મહિનામાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999 હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી સમન્સ મળ્યા હતા.
સેબી (SEBI) પાસે દાખલ કરાયેલા અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મુજબ, EDએ કંપની તથા તેના પ્રમોટર્સ પાસેથી વિદેશી રોકાણ, શેરહોલ્ડિંગ પેટર્ન, નાણાકીય નિવેદનો, લોન અને ગેરંટી, આવકવેરા રિટર્ન, બેંક એકાઉન્ટ્સ તેમજ બિઝનેસ મોડેલ સંબંધિત માહિતી અને દસ્તાવેજોની માંગ કરી હતી.
ફાઈલિંગ મુજબ, ED દ્વારા બંને પ્રમોટર્સને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને તેમને એજન્સી સમક્ષ હાજર રહી વિગતવાર માહિતી આપવા સૂચના આપવામાં આવી હતી.
કૈવલ્ય વોહરા 17 અને 22 એપ્રિલે ED સમક્ષ હાજર થયા હતા, જ્યારે આદિત પલિચા 20 એપ્રિલ અને 15 મેના રોજ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે માંગવામાં આવેલી તમામ માહિતી અને વધારાના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા.
કંપનીએ જણાવ્યું છે કે હાલ સુધી ED તરફથી કોઈ નવી સૂચના કે કાર્યવાહી મળેલી નથી. જોકે, ડ્રાફ્ટ પેપરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તપાસ, કાનૂની કાર્યવાહી અથવા દંડની શક્યતા નકારી શકાય નહીં.
SEBIએ મે મહિનામાં કંપનીના IPO પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આશરે ₹8,000 કરોડના આ ઈશ્યૂમાં ફ્રેશ ઇક્વિટી સાથે ઓફર ફોર સેલનો પણ સમાવેશ થવાનો છે.
કંપની આ રકમનો ઉપયોગ તેના ડાર્ક સ્ટોર નેટવર્કના વિસ્તરણ, ટેક્નોલોજી અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા તેમજ માર્કેટિંગ અને બિઝનેસ પ્રમોશન માટે કરવાની યોજના ધરાવે છે.




