Get News Alerts

Never miss breaking news updates.

દહીં, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટી શકે, નવા અભ્યાસમાં મહત્વપૂર્ણ સંકેત

ખાણી-પીણીની આદતોનો આપણા સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ પડે છે. હવે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દહીં, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ જેવા ખાદ્ય પદાર્થો આંતરડાંના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ બની શકે છે અને કોલોરેક્ટલ કેન્સર (મોટા આંતરડા અને મલાશયનો કેન્સર)નું જોખમ ઘટાડવામાં પણ ઉપયોગી બની શકે છે.
Admin
AdminUpdated on: 12 Jul 2026 03:13 PM IST
દહીં, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટી શકે, નવા અભ્યાસમાં મહત્વપૂર્ણ સંકેતદહીં, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સથી કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટી શકે, નવા અભ્યાસમાં મહત્વપૂર્ણ સંકેત

ખાણી-પીણીની આદતોનો આપણા સ્વાસ્થ્ય પર સીધો પ્રભાવ પડે છે. હવે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દહીં, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ જેવા ખાદ્ય પદાર્થો આંતરડાંના સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ બની શકે છે અને કોલોરેક્ટલ કેન્સર (મોટા આંતરડા અને મલાશયનો કેન્સર)નું જોખમ ઘટાડવામાં પણ ઉપયોગી બની શકે છે.

આ સંશોધન ચંગ શાન મેડિકલ યુનિવર્સિટી હોસ્પિટલ રિસર્ચ પ્રોગ્રામના સહયોગથી કરવામાં આવ્યું હતું. સંશોધકોએ અમેરિકા ના નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે (NHANES)ના વર્ષ 2001થી 2020 સુધીના આંકડાઓનું વિશ્લેષણ કર્યું. અભ્યાસમાં 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના 9,405 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જે અમેરિકાની અંદાજે 3.7 કરોડ પુખ્ત વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.

અભ્યાસ દરમિયાન સંશોધકોએ ભાગ લેનારાઓની આહારની આદતો, સપ્લિમેન્ટ્સનો ઉપયોગ, કોલોરેક્ટલ કેન્સરનો ઇતિહાસ તેમજ ઉંમર, લિંગ, ધૂમ્રપાન, વજન અને અન્ય આરોગ્ય સંબંધિત પરિબળોને પણ ધ્યાનમાં લીધા હતા.

અભ્યાસના પરિણામો મુજબ, જે લોકો નિયમિત રીતે પ્રોબાયોટિક્સ, પ્રીબાયોટિક્સ અથવા દહીંનું સેવન કરતા હતા, તેમનામાં કોલોરેક્ટલ કેન્સરનું જોખમ અંદાજે 50 ટકા ઓછું જોવા મળ્યું. સંશોધકોનું માનવું છે કે આ અસર આંતરડાંમાં રહેલા સારા અને ખરાબ બેક્ટેરિયાનું સંતુલન જાળવવામાં આ ખાદ્ય પદાર્થોની ભૂમિકાને કારણે હોઈ શકે છે.

જો કે સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે આ અભ્યાસ માત્ર બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તેનાથી દહીં અથવા પ્રોબાયોટિક્સ સીધા કેન્સરને અટકાવે છે તેવું સાબિત થતું નથી. તેમ છતાં, સંતુલિત આહાર, ફાઇબરયુક્ત ખોરાક અને આંતરડાંના સ્વાસ્થ્યની કાળજી લાંબા ગાળે સારું આરોગ્ય જાળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.