બંગાળને બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં આપે તો બનશે કપરી પરિસ્થિતિ



ફાઇલ ફોટો
બંગાળને બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં આપે તો બનશે કપરી પરિસ્થિતિ



ફાઇલ ફોટો
Mamata Banerjee: પશ્ચિમ બંગાળ આગામી કેટલાક કલાક પછી ગજબ બંધારણીય કટોકટીની તરફ જઈ રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ચૂંટણી હારી ગઈ છે. પરંતુ તેમણે બે-બે વાર રાજીનામું આપવાની ના પાડી દીધી છે. પશ્ચિમ બંગાળની હાલની વિધાનસભાનો કાર્યકાળ 7મી મેના દિવસે પૂરો થઈ રહ્યો છે. જો મમતા બેનર્જી આજે રાતે 12 વાગ્યા સુધીમાં રાજીનામું ન આપે તો, 8મી મેની રાતે 12 વાગ્યાથી લઈને રાજ્યમાં નવી સરકાર બને ત્યાં સુધી પશ્ચિમ બંગાળની કમાન કોના હાથમાં રહેશે? પશ્ચિમ બંગાળને કોણ સંભાળશે? તે એક યક્ષ પ્રશ્ન છે.
ભાજપે કહ્યું છે કે, નવા મુખ્યમંત્રીની શપથવિધિ 9મી મેના દિવસે યોજાશે. એવામાં સ્થિતિ એવી છે કે, પશ્ચિમ બંગાળમાં 8મી મેથી 9મી મે સુધી બંધારણીય સ્થિતિ શું હશે. બંગાળની હાલની રાજનૈતિક સ્થિતિમાં એક મહત્વનો સવાલ બન્યો છે.
બંધારણની કલમ 172 અંતર્ગત રાજ્યની વિધાનસભાઓનો સામાન્ય કાર્યકાળ 5 વર્ષ નિયત કરેલો છે. પહેલી બેઠકની તારીખથી આ ગણતરી શરૂ થાય છે. 5 વર્ષ પૂરા થતા સુધીમાં વિધાનસભાનું સ્વતઃ વિઘટન થઈ જાય છે. તે માટે કોઈ આદેશની જરૂર નથી હોતી. તેથી ગુરુવારે એટલે કે 7મી મેએ રાતે 12 વાગ્યે જૂની વિધાનસભા આપોઆપ ભંગ થઈ જશે. તે સાથે જ મુખ્યમંત્રી, મંત્રી અને ધારાસભ્ય સહિત તમામનો દરજ્જો સમાપ્ત થઈ જશે અને તેમના બંધારણીય અધિકાર પણ સમાપ્ત થઈ જશે.
હવે રાજ્યપાલ આરએન રવિ શું કરશે?
બંધારણની કલમ-164 પ્રમાણે, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી જ પદ પર રહી શકે છે. ચૂંટણી હાર્યા બાદ બહુમતી ન મળે તો રાજ્યપાલ તેમને પદભ્રષ્ટ કરી શકે છે અને બહુમતી ધરાવતી પાર્ટીના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે.
જો સત્તા ગુમાવનારા મુખ્યમંત્રી રાજીનામું નથી આપતા તો રાજ્યપાલ પાસે આખા મંત્રીમંડળને પદભ્રષ્ટ કરવાનો અધિકાર છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ સંજય કિશન કૌલ કહે છે કે, જો કે, મમતાએ રાજીનામું નથી આપ્યું પરંતુ તેમનો કાર્યકાળ 7 મેએ આપમેળે પૂરો થઈ જશે
રાજ્યપાલે નિર્ણય લેવો પડશે કે, તેઓ આ પરંપરાનું પાલન કરશે કે જેના અંતર્ગત મમતાને આગામી મુખ્યમંત્રીના શપથગ્રહણ સુધી પદ પર રાખી શકશે.
પૂર્વ જસ્ટિસ સંજય કિશન કૌલ કહે છે કે, એવું બની શકે છે કે, રાજ્યપાલ 9મી મેએ નવી સરકાર બને ત્યાં સુધી એક દિવસ માટે કોઈ વ્યવસ્થા કરી શકે. આ એક અભૂતપૂર્વ સ્થિતિ છે. આવું પહેલાં ક્યારેય નથી બન્યું. પરંતુ રિપોર્ટમાં વાત સામે આવી છે કે, યથાસ્થિતિ જે છે તેવું જ રાખવામાં આવશે.
ECIએ કેન્દ્રીય દળ તૈનાત કરી દીધું છે અને ગવર્નરે આદેશ આપ્યો છે કે, કોઈપણ ફાઇલ આગળ વધારવામાં આવશે નહીં.
કાયદાકીય રીતે આનું કોઈ ઉદાહરણ નથી, પરંતુ ગવર્નર પાસે અંતરિમ વ્યવસ્થા કરવાની શક્તિ છે. અત્યાર સુધીમાં એવી પરંપરા રહી છે કે, નવા મુખ્યમંત્રી શપથગ્રહણ કરી લે ત્યાં સુધી હાલના મુખ્યમંત્રી જવાબદારી સંભાળે છે.
ચૂંટણી પંચ અનુસાર, હાલ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 8 મે, 2021ના દિવસે શરૂ થયો હતો અને 7મે એ સમાપ્ત થશે. ત્યારબાદ રાજ્યપાલને નવી વિધાનસભાના ગઠનની પ્રકિયા શરૂ કરવી પડશે. જેનો મતબલ એવો છે કે, નવા ધારાસભ્યોની શપથવિધિ થશે અને એક નવી સરકાર બનાવશે. જો બેનર્જી સાચે જ તેમના નિર્ણય પર અડગ રહેશે અને કોઈ અવરોધ આવશે તો ખરેખર આ એક અભૂતપૂર્વ ઘટના બની રહેશે.
હું રાજીનામું નહીં આપુંઃ મમતા
મમતા બેનર્જીએ 5મી મે 2026ના દિવસે કોલકાતામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે, હું રાજીનામું નહીં આપું, તેનો સવાલ જ પેદા નથી થતો, હું હારી નથી, હું રાજભવન નહીં જઉં.
મમતાએ કહ્યું કે, અમે ચૂંટણી હાર્યા નથી. અમને હરાવવામાં આવ્યા છે. ચૂંટણી આયોગના માધ્યમથી અમને હરાવવામાં આવ્યા છે, પરંતુ નૈતિક રૂપે અમે ચૂંટણી જીત્યા છીએ.
6 મે, 2026ના દિવસે મમતા બેનર્જીએ TMCના નવા બનેલા ધારાસભ્યોની બેઠકમાં રાજીનામા અંગે કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, હું રાજીનામું નહીં આપું. ભલે મને પદભ્રષ્ટ કરવામાં આવે. હું ઇચ્છું છે કે, તે એક કાળો દિવસ બને.




