મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી નહીં, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી



ફાઇલ ફોટો
મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી નહીં, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી



ફાઇલ ફોટો
West Bengal: પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતાં રાજ્યપાલે સમગ્ર વિધાનસભાને ભંગ કરી છે. આ સાથે જ હવે મમતા બેનર્જી પણ મુખ્યમંત્રી નહીં રહે. ઉલ્લેખનીય છે કે, મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર કરતા બંધારણીય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બંધારણીય રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી બંગાળમાં 15 વર્ષથી ચાલતો અધ્યાય હવે પૂર્ણ થયો છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાની ના પાડતા રાજ્યપાલે બંધારણીય વીટો પાવરનો ઉપયોગ કરીને પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભા ભંગ કરવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક નિર્ણય ભારતીય બંધારણની કલમ 174 (2)(B) અંતર્ગત લેવામાં આવ્યો છે. મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલા દ્વારા રાજ્યપાલના નિર્દેશથી રાજ્ય સરકારનો કાર્યકાળ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યપાલના આ કડક પગલાંએ બંગાળના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. જેનાથી કેબિનેટ અને વિધાનસભા બંને તાત્કાલિક ભંગ કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલું તૃણમૂલ કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે.
આવતીકાલે ભારતીય ધારાસભ્યોની બેઠક
આ દરમિયાન કોલકાતામાં આવતીકાલે ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે તેમાં હાલની રાજનૈતિક સ્થિતિ અને આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય ઓબ્ઝર્વર અમિત શાહ પણ હાજર રહેશે.
પૂર્વ કેન્દ્રીય સચિવ જવાહર સરકારના જણાવ્યા પ્રમાણે, આ કોઈ રાષ્ટ્રપતિ શાસન નથી, આ એક વચગાળાની વ્યવસ્થા છે. જ્યાં સુધી નવી સરકાર શપથ ન લે, ત્યાં સુધી રાજ્યપાલ જ શાસનની કમાન સંભાળશે. એટલે કે, બંગાળનું કામકાજ સીધું રાજભવનથી જોવામાં આવશે.
ટાગોરની જયંતિથી અનોખો સંદેશ
તૃણમૂલ કોંગ્રેસની બંગાળી અસ્મિતાના મુદ્દાની હવા કાઢવા ભાજપે શપથગ્રહણ માટે રવિન્દ્રનાથ ટાગોરની 165મી જયંતિનો દિવસ પસંદ કર્યો છે. આ દિવસે વૈશાખનો 25મો દિવસ છે, જે બંગાળી કેલેન્ડર પ્રમાણે ટાગોરની જયંતિ છે.




