Get News Alerts

Never miss breaking news updates.

કેવી રીતે બંગાળમાં મમતાનો ગઢ વિખેર્યો? જાણો BJPના ચાણક્ય અમિત શાહનું માઇક્રો પ્લાનિંગ

Amit Shah Plan: છેલ્લા એક દશકમાં અમિત શાહ ભાજપ માટે સૌથી સફળ ચૂંટણી રણનીતિકારના રૂપમાં સાબિત થયા છે. 2014માં લોકસભા ચૂંટમીમાં ઉત્તર પ્રદેશ માટે રણનીતિ બનાવવાથી લઈને બિહાર અને હવે પશ્ચિમ બંગાળ સુધી તેમની ઓળખ બની ગઈ છે માઇક્રો મેન્જમેન્ટ, બૂથ સ્તરનું એન્જિનિયરિંગ અને ડેટા આધારિત રણનીતિ. શાહે ચૂંટણીની રણનીતિને લઈને હંમેશા બૂથ સ્તર સુધી જઈને આકાર આપ્યો છે, જ્યાં 100 વોટનું અંતર પણ નિર્ણાયક બની જાય છે.
Admin
AdminUpdated on: 04 May 2026 05:40 PM IST
કેવી રીતે બંગાળમાં મમતાનો ગઢ વિખેર્યો? જાણો BJPના ચાણક્ય અમિત શાહનું માઇક્રો પ્લાનિંગકેવી રીતે બંગાળમાં મમતાનો ગઢ વિખેર્યો? જાણો BJPના ચાણક્ય અમિત શાહનું માઇક્રો પ્લાનિંગ

ફાઇલ ફોટો

Amit Shah Plan: છેલ્લા એક દશકમાં અમિત શાહ ભાજપ માટે સૌથી સફળ ચૂંટણી રણનીતિકારના રૂપમાં સાબિત થયા છે. 2014માં લોકસભા ચૂંટમીમાં ઉત્તર પ્રદેશ માટે રણનીતિ બનાવવાથી લઈને બિહાર અને હવે પશ્ચિમ બંગાળ સુધી તેમની ઓળખ બની ગઈ છે માઇક્રો મેન્જમેન્ટ, બૂથ સ્તરનું એન્જિનિયરિંગ અને ડેટા આધારિત રણનીતિ. શાહે ચૂંટણીની રણનીતિને લઈને હંમેશા બૂથ સ્તર સુધી જઈને આકાર આપ્યો છે, જ્યાં 100 વોટનું અંતર પણ નિર્ણાયક બની જાય છે.

બંગાળમાં શાહનું વોર રૂમ મોડેલ શું હતું?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો બંગાળ પ્રવાસ એક સામાન્ય ચૂંટણી પ્રચાર નહોતો. તેઓ 15 દિવસ બંગાળમાં રહ્યા છે. અહીં માત્ર રેલીઓ કરવા માટે જ નહીં, પરંતુ આખું વોર રૂમ તૈયાર કરવા રોકાયેલા હતા. બિહારની ચૂંટણી જેવું જ પ્લાનિંગ બંગાળની ચૂંટણીમાં કરવામાં આવ્યું હતું. તેમનો પ્રવાસ ઉત્તર બંગાળ, જંગલમહલ, સીમાવર્તી જિલ્લાઓ અને ઔદ્યોગિક પટ્ટામાં બારીકાઈથી ગોઠવવામાં આવ્યો હતો. પાર્ટીએ અંદાજે 100-120 જીતવા જેવી અને 80-100 પ્રતિસ્પર્ધી સીટોનું વર્ગીકરણ કર્યું હતું અને શાહનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ આ સીટની આજુબાજુમાં જ રહ્યો હતો. દરેક ઝોોનમાં રાતે 1-2 વાગ્યા સુધી સંગઠનની બેઠકો યોજવામાં આવતી હતી.

શાહના 50થી વધુ કાર્યક્રમોમાં શું-શું સામેલ હતું?

  • 30 જનસભા
  • 12 રોડ શો
  • સંગઠનની બેઠકો
  • પ્રેસ કોન્ફરન્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી બંગાળમાં ભાજપની જાહેરસભામાં ભીડ ભેગી થઈ હતી, તે સભા અને રોડ શો અમિત શાહના હતા. પહેલા ચરણના મતદાનના દિવસે શાહ પોતે ભાજપના વોર રૂમમાં હાજર રહ્યા હતા અને સમગ્ર પ્રકિયા પર નજર રાખી હતી.

બૂથ સ્તરની રણનીતિ શું હતી?
શાહનું સૌથી મોટું રાજનીતિક શસ્ત્ર છે બૂથ સ્તરે કામ પર ભાર આપવો. માત્ર મોટી રેલીઓ પર નિર્ભર રહેવાની જગ્યાએ ભાજપનું ચૂંટણી પ્લાનિંગ સ્થાનિક સ્તરે ખૂબ જ મજબૂત રીતે કામ કરે છે. જેને પેજ પ્રમુખ શૈલીની રણનીતિ માનવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં આ બહુસ્તરીય રીતે કામ કરતું હતું. ભાજપની ચૂંટણી રણનીતિ બૂથ સ્તરે મતદાતાઓના સંપર્ક પર કેન્દ્રિત હતી અને આ બધું જ ડેટાના આધારે નક્કી કરવામાં આવ્યું હતું. આ વખતે ઉમેદવારોની કાબેલિયતનો એક સીધો ક્રાઇટેરિયા હતો કે, દરેક બુથ પર 200-300 વોટ લાવવાની ક્ષમતા. ભાજપે ફિલ્મ અદાકારાઓને મોટા પ્રમાણમાં ટિકિટ આપવાની જગ્યાએ ઉમેદવારની કાબેલિયતને પ્રાધાન્ય આપ્યું હતું.

શાહે કયા કયા મુદ્દા ઉઠાવ્યાં?
શાહે તેમના ભાષણમાં ધારદાર મુદ્દા ઉઠાવ્યાં છે. જેમકે તેમણે કહ્યુ હતુ કે, ગુંડાઓ ઘરેથી બહાર ન નીકળતા, નહીંતર ઉંધા લટકાવીને સીધા કરી નાંખીશું. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, મમતા દીદીએ જે બંગાળીઓને ઘુસાડ્યા છે અને તેમનું ભરણપોષણ કર્યું છે. તેમને વીણી વીણીને બહાર કાઢીશું. તેમણે 45 દિવસમાં બોર્ડર પર ફેન્સિંગ કરીને જમીન આપવાનો વાયદો કર્યો છે. બંગાળમાં બાબરી મસ્જિદ ન બનાવવા દેવાની વાત કરી હતી. મહિલા સુરક્ષા પર તેમણે સંદેશખાલી અને આરજી કર કાંડનો મુ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે, ભાજપની સરકાર બનશે તો રાતે 1 વાગે પણ મહિલાઓ ચિંતા વગર ફરી શકશે.

બૂથ સ્તરે શું આદેશ હતા?
ભાજપ તરફથી સ્પષ્ટ આદેશ હતો કે, SIRમાં એકપણ બોગસ વોટર ન રહે જેથી TMC બોગસ વોટિંગ ન કરાવી શકે. ભાજપના તમામ વોટ સવારે 11 વાગ્યા સુધી પડી જાય. ચૂંટણીના અંતિમ તબક્કામાં અમિત શાહે એક નારો આપ્યો હતો, જે સમગ્ર પૂર્વ ભારતને એકસાથે લાવવાની કોશિશ હતો. આ નારો હતો - અંગ, બંગ અને કલિંગ, ત્રણેયમાં ભારતની સરકાર.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.