Get News Alerts

Never miss breaking news updates.

ચારધામ યાત્રાએ જવાના છો? ગઈકાલે 5 હજાર લોકો ફસાયા હતા, જાણી લો હવામાની સ્થિતિ

Chardham Yatra 2026: મેદાની વિસ્તારોમાં વધતી ગરમી વચ્ચે હવે પ્રવાસીઓ પહાડ તરફ વળ્યાં છે. વરસાદ બાદ હિમાલયના શિખરો ચોખ્ખા દેખાય છે. તો બીજી તરફ, ચારધામ યાત્રાની પણ શરૂઆત થઈ ગઈ છે. કેદારનાથ અને બદ્રીનાથના દર્શન માટે હજારો લોકો દરરોજ પહોંચી રહ્યા છે. જો તમે પણ હાલમાં જવાનું વિચારતા હોય તો વાતવારણ જાણી લેજો.
Admin
AdminUpdated on: 08 May 2026 06:29 PM IST
ચારધામ યાત્રાએ જવાના છો? ગઈકાલે 5 હજાર લોકો ફસાયા હતા, જાણી લો હવામાની સ્થિતિચારધામ યાત્રાએ જવાના છો? ગઈકાલે 5 હજાર લોકો ફસાયા હતા, જાણી લો હવામાની સ્થિતિ

Chardham Yatra 2026: મેદાની વિસ્તારોમાં વધતી ગરમી વચ્ચે હવે પ્રવાસીઓ પહાડ તરફ વળ્યાં છે. વરસાદ બાદ હિમાલયના શિખરો ચોખ્ખા દેખાય છે. તો બીજી તરફ, ચારધામ યાત્રાની પણ શરૂઆત થઈ ગઈ છે. કેદારનાથ અને બદ્રીનાથના દર્શન માટે હજારો લોકો દરરોજ પહોંચી રહ્યા છે. જો તમે પણ હાલમાં જવાનું વિચારતા હોય તો વાતવારણ જાણી લેજો. ક્યાંક વરસાદ-તોફાન નડે નહીં. ગુરુવારે બપોર પછી કેદારનાથ જવાના રસ્તે પાંચ હજારથી વધુ યાત્રિકોને ગૌરીકુંડ અને સોનપ્રયાગ સહિતના પગપાળા રસ્તે રોકવામાં આવ્યા હતા. વરસાદ અને હિમવર્ષાને કારણે શ્રદ્ધાળુઓને એક દિવસ રોકી રાખવામાં આવ્યા હતા અને તેમને આજે રવાના કરવામાં આવ્યા છે.

ભારતીય વિજ્ઞાન વિભાગ અનુસાર, સમગ્ર ઉત્તરાખંડમાં પશ્ચિમી વિક્ષેપ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સક્રિયતાને કારણે હવામાનમાં આ બદલાવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પહાડી વિસ્તારોમાં પારો ખૂબ જ નીચો ગયો છે. ઉત્તરકાશી, ચમોલી અને રુદ્રપ્રયાગ જેવા જિલ્લામાં હાલત એવા છે કે જાણે શિયાળો આવી ગયો હોય!

આગામી ત્રણ કલાક માટે યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ પ્રમાણે, 7 મે 2026ના દિવસે સવારે 6.21થી 9.21 સુધી ઉત્તરાખંડના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળી પડવાની અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવા ચાલી રહી હતી.

કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું
અલ્મોડા, બાગેશ્વર, ચમોલી, ચંપાવત, દહેરાદૂન, હરિદ્વાર, નૈનીતાલ, પૌડી ગઢવાલ, ટિહરી ગઢવાલ, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, ઉધમ સિંહ નગર અને ઉત્તરકાશી

આ વિસ્તારોમાં વિશેષ સતર્કતા
ડોઇવાલા, દેવપ્રયાગ, પુરોલા, કેદારનાથ, બદ્રીનાથ, કપકોટ, રામનગર, બેરીનાગ, બાજપુર, ખટીમા અને આસપાસના વિસ્તારોમાં હવામાન વધુ પ્રભાવિત થઈ શકે છે. રાજધાની દહેરાદૂનમાં પણ તાપમાને છેલ્લા 9 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જેનાથી ધોમધખતા તડકામાં ઠંડી હવાઓ અને વરસાદે માઝા મૂકી હતી. આઇમડીએ વીજળી સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપથી હવા ચાલવાની ચેતવણી આપી છે. ચારધામ યાત્રા પર આવનારા તીર્થયાત્રીઓ માટે આ વરસાદ મોટી ચેતવણી છે. 8મી મેના દિવસે પણ ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢ જેવી ઊંચાઈવાળા જિલ્લાઓમાં હવામાન વધુ સક્રિય રહેવાની શક્યતા છે.

8 લાખ યાત્રાળુઓએ કરી મુલાકાત
ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાએ સફળતાપૂર્વક નવો કિર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. કપાટ ખૂલવાના 2 અઠવાડિયામાં ચારધામ યાત્રાની મુલાકાત લેનારા તીર્થયાત્રીઓનો આંકડો 8 લાખને પાર પહોંચ્યો છે. ખરાબ હવામાન અને હિમવર્ષાથી પણ ભક્તોનો ઉત્સાહ ઓછો થતો નથી. બદ્રીનાથ ધામમાં 2 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે. જ્યાં કેદારનાથમાં આ સંખ્યા સાડા ત્રણ લાખને પાર પહોંચી છે.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.