‘યુથ અડ્ડા’ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારનો યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

આજની જનરેશન Z એટલે કે જેઢી પેઢી પરંપરાગત નોકરી સુધી સીમિત રહેવા માંગતી નથી. આ પેઢી નવીનતા, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, ડિજિટલ બિઝનેસ અને આત્મનિર્ભરતામાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. આ બદલાતા પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જક બનાવવાના ઉદ્દેશ્યથી ‘સીએમ યુવા’ અને ‘યુથ અડ્ડા’ જેવી પહેલ શરૂ કરી છે.
Growth Now News
Growth Now News
‘યુથ અડ્ડા’ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારનો યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ‘યુથ અડ્ડા’ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારનો યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

આજની જનરેશન Z એટલે કે જેઢી પેઢી પરંપરાગત નોકરી સુધી સીમિત રહેવા માંગતી નથી. આ પેઢી નવીનતા, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, ડિજિટલ બિઝનેસ અને આત્મનિર્ભરતામાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. આ બદલાતા પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જક બનાવવાના ઉદ્દેશ્યથી ‘સીએમ યુવા’ અને ‘યુથ અડ્ડા’ જેવી પહેલ શરૂ કરી છે.

‘યુથ અડ્ડા’ને માત્ર તાલીમ કેન્દ્ર નહીં, પરંતુ સંપૂર્ણ ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. અહીં યુવાનોને બિઝનેસ આઈડિયા વિકસાવવાથી લઈને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા, બેંક લોન મેળવવા, ઉદ્યોગ નોંધણી, GST, ડિજિટલ માર્કેટિંગ અને ઈ-કોમર્સ સુધી માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે જ 100થી વધુ તૈયાર ફ્રેન્ચાઇઝી મોડલ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

આ પહેલનો મુખ્ય ફોકસ યુનિવર્સિટી, કોલેજ, પોલિટેકનિક અને ITIના વિદ્યાર્થીઓ પર છે. યુવાનોને AI, ડ્રોન ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક વાહન, ડિજિટલ કોમર્સ અને ઈ-કોમર્સ જેવી આધુનિક ટેક્નોલોજીમાં તાલીમ આપવામાં આવી રહી છે.

સરકારનું લક્ષ્ય 2027 સુધીમાં 5 લાખ યુવાનોને આ પહેલ સાથે જોડવાનું, ₹1,000 કરોડથી વધુની લોન ઉપલબ્ધ કરાવવાનું અને 10 હજારથી વધુ નવા ઉદ્યોગો તથા ફ્રેન્ચાઇઝી સ્થાપિત કરવાનું છે. આ ઉપરાંત 25 હજારથી વધુ MSMEને મજબૂત બનાવવાનો પણ લક્ષ્યાંક છે.