Get News Alerts

Never miss breaking news updates.

ઉના-ગીર ગઢડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે આવેલા બાઈકચાલકનું મોત

ગીર સોમનાથ જિલ્લામાં કાલે રાત્રે ટ્રકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. જેના કારણે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ બનતા ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Jun 2026 01:05 PM IST
ઉના-ગીર ગઢડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે આવેલા બાઈકચાલકનું મોતઉના-ગીર ગઢડા રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે આવેલા બાઈકચાલકનું મોત

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઉના-ગીર ગઢડા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવેલા બાઈકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ બાદ ટ્રકચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉના-ગીર ગઢડા રોડ પર મોડી રાત્રે એક ટ્રકે બાઈકને ટક્કર મારતાં બાઈકચાલક આશરે 50 મીટર સુધી ઢસડાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈકચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત બાદ ટ્રકચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક કબજે કરીને ફરાર ટ્રકચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.