
Jamnagar : ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. હાલ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતથી નવસારી જતી ટ્રેનમાં આજે સવારે અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. રુદ્રનામનો યુવક આજે સવારે પોતાની જોબ માટે સુરતથી નવસારી ટ્રેનમાં જઈ રહ્યો હતો. ત્યારે ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો. અચાનક પગ લપસતા તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકતા તેનું ઘટના સ્થળ પર મોત થયુ હતુ. આ વાતની જાણ રેલ્વે પોલીસને થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચીને તપાસ હાથ ધરવામાં આવી હતી.