
Sabarmati Riverfront : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટને વધુ ભવ્ય અને આકર્ષક બનાવવાની દિશામાં ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2 હેઠળ ચાલી રહેલી વિવિધ વિકાસ કામગીરીની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરવામાં આવી હતી. 7 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી આ મુલાકાત દરમિયાન કમિશનરે સંબંધિત અધિકારીઓ પાસેથી ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની વિગતવાર માહિતી મેળવી હતી.