
Passport Rules 2026: વિદેશ મંત્રાલયે પાસપોર્ટને લઈને મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે. ખાસ કરીને બાળકોના પાસપોર્ટની માન્યતા અને પાસપોર્ટ ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને તેની સાથે જોડાયેલી વિવિધ સેવાઓની ફીમાં મોટો વધારો જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પાસપોર્ટ (સંશોધન) નિયમો, 2026 અનુસાર નવા દરો 1 જુલાઈ 2026થી અમલમાં આવશે.