
Bharat Taxi Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં મુસાફરો માટે સ્થાનિક પરિવહનની સુવિધા વધુ સરળ બનાવવાની દિશામાં રાજ્ય સરકાર Bharat Taxiના મોડલને વધુ વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે.

કેન્દ્ર સરકારના સહકારિતા મંત્રાલયની સ્થાપનાના પાંચ વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મંત્રાલયની પાંચ વર્ષની કામગીરી અને ઉપલબ્ધિઓ રજૂ કરતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક નિર્ણયને કારણે દેશના સહકારી આંદોલનને નવી દિશા અને નવી ઊર્જા મળી છે.