
Hormuz Strait: હોર્મુઝ સ્ટ્રેટમાં કાર્ગો જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઈલથી ટક્કર થઈ છે. જહાજમાં આગ લાગી છે, તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

સમુદ્રની મધ્યમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માલવાહક વહાણ ઝપેટમાં આવી ગયું હતું. ભારે ફાયરિંગના કારણે વહાણને મોટું નુકસાન પહોંચ્યું હતું અને તે દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આ દરમિયાન એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના રહેવાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.