
Diwali 2026: દેશભરમાં લોકો પરિવારજનો સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે દેશની સુરક્ષા માટે સરહદ પર તૈનાત BSFના જવાનો પણ ફરજ નિભાવી રહ્યા છે.

ભુજ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે કચ્છના ભુજ ખાતે BSFના નવા G-7 બોર્ડર આઉટપોસ્ટનું ઉદ્ઘાટન કરીને જવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ અમિત શાહે OP ટાવર-1170 કંટ્રોલ રૂમ અને હરામીનાળા વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સાથે જ જેટી પોઈન્ટ ખાતે વૃક્ષારોપણ પણ કર્યું હતું.