
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026, 21 જૂને છે. આ વર્ષે યોગ દિવસનું મુખ્ય વિષય “યોગ ફોર હેલ્ધી એજિંગ” રાખવામાં આવ્યું છે. ભારત સરકારના આયુષ મંત્રાલયે સ્વાસ્થ્ય જાળવવા માટે “આસનોની રાણી” તરીકે ઓળખાતા સર્વાંગાસનના નિયમિત અભ્યાસની ભલામણ કરી છે, જે અનેક રીતે લાભદાયક માનવામાં આવે છે.

International Yoga Day 2026 Kolkata: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ના મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી રવિવારે કોલકાતામાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) 2026ના રાષ્ટ્રીય સમારોહનું નેતૃત્વ કરશે. આયુષ મંત્રાલયે સોમવારે વાર્ષિક યોગ દિવસ 2026 માટે દેશવ્યાપી અને વૈશ્વિક કાઉન્ટડાઉનની ઔપચારિક શરૂઆત કરી હતી. આ જાહેરાત અહીં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ના ઉદ્ઘાટન સમારોહ...