
વુમન્સ ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો એજબેસ્ટન સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે રમાશે. બંને ટીમો માટે આ ટૂર્નામેન્ટનો પહેલો મેચ રહેશે. ભારત છેલ્લી ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાન ગ્રુપ સ્ટેજથી બહાર થઈ ગયું હતું.

માર્ચમાં કેરેબિયન પ્રવાસમાંથી બહાર રહેલી ગ્રેસ હેરિસને ફરી ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે સધરલેન્ડ પણ વાપસી કરી છે. 2009થી સતત ટી20 વર્લ્ડ કપ રમતી એલિસ પેરી આ ટૂર્નામેન્ટમાં પોતાના 50 મેચ પૂર્ણ કરશે. નિકોલા કેરી 2020 બાદ પોતાનો પહેલો ટી20 વર્લ્ડ કપ રમશે. ત્રણ વર્ષ ટીમથી દૂર રહ્યા બાદ તે આ વર્ષની શરૂઆતમાં ફરી ટીમમાં પરત આવી છે. અલાના કિંગ પણ ટીમમાં સામેલ છે.