અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં ભુદરપુરા બ્રિજ નીચે BSNLના અંડરગ્રાઉન્ડ વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. સરકારી કર્મચારી હોવાનું કહી છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આ કામગીરી પર સ્થાનિકોને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી. એલિસબ્રિજ પોલીસે કાર્યવાહી કરીને 6થી 7 શખ્સોને ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.