
Petrol Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના એક્સપોર્ટ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે આ પગલું દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાતા ઉતાર-ચઢાવ વચ્ચે સ્થાનિક ઇંધણ પુરવઠાને સ્થિર રાખવામાં મદદરૂપ થશે. આગામી 15 દિવસ બાદ ફરી એકવાર વૈશ્વિક બજારની સ્થિતિને આધારે વિન્ડફોલ ટેક્સની સમીક્ષા કરવામાં આવશે.