
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી પર સોનારપુરમાં થયેલા હુમલા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ ઘટનાને લઈને ભાજપ ધારાસભ્ય અને આરજી કર કેસની પીડિતાની માતા રત્ના દેબનાથે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ હુમલાને અભિષેક બેનર્જીના "કર્મોનું ફળ" ગણાવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં દોઢ દાયકાથી ચાલી આવતા મમતા બેનર્જીના શાસનનો અંત આવ્યો છે. ભાજપે આસામ અને પુડુચેરી બાદ હવે બંગાળના ગઢ પર કેસરીયો લહેરાવી દીધો છે. ૨૦૨૧ની ભૂલોમાંથી બોધપાઠ લઈ અમિત શાહે આ વખતે એવી રણનીતિ ઘડી કે ટીએમસીનો ‘ખેલા હોબે’નો નારો ભાજપના ‘મેન-ટુ-મેન માર્કિંગ’ સામે ફિક્કો પડી ગયો. નબળા અને મધ્યમ બૂથ: જ્યાં ૨૦૨૧માં હારનો તફાવત ઓછો હતો, ત્યાં ભાજપે આ વખતે શક્તિ બમણી કરી દીધી.