
Narmada : સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 16 ઓગસ્ટ 2026ના રોજ સવારે 9 વાગ્યે મળેલા આંકડા મુજબ ડેમમાં પાણીની આવક સતત નોંધપાત્ર પ્રમાણમાં થઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 8 સે.મી.નો વધારો નોંધાયો છે. હાલ સરદાર સરોવર ડેમની જળસપાટી 134.95 મીટરે પહોંચી છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

સુરત જિલ્લામાં સતત વરસાદને પગલે વિવિધ જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. માંડવી તાલુકાના આમલી ડેમમાં પણ પાણીની ભારે આવક નોંધાતા ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાંથી છોડવામાં આવતું પાણી વરેહ નદી મારફતે તાપી નદીમાં પ્રવાહિત થઈ રહ્યું છે.