Zelenskuyy International Award: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીને ગુરુવારે એક સમારોહમાં પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફોર ફ્રીડમ્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝેલેન્સકીને ચાર વર્ષ કરતાં વધુ સમય પહેલા રશિયા દ્વારા શરૂ કરાયેલા યુદ્ધનો જવાબ આપવા માટે તેમની અને તેમના દેશની હિંમત અને અડગતા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સન્માન રૂઝવેલ્ટ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવ્યું હતું, જેની સ્થાપના 1982માં કરવામાં આવી હતી.