
Vaibhav Sooryavanshi: વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો નવો ‘વન્ડરકિડ’ બનીને સામે આવ્યો છે. તેની વિસ્ફોટક બેટિંગે ક્રિકેટ જગતનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ઘણા ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે, જો વૈભવ ક્યારેય IPL ઓક્શનમાં સામેલ થશે, તો તેના માટે 30 કરોડ રૂપિયા સુધીની બોલી લાગી શકે છે.

Vaibhav Sooryavanshi Orange Cap: ભારતીય ક્રિકેટના નવા સુપરસ્ટાર તરીકે ઉભરી આવેલા વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ અને 65 દિવસની ઉંમરે વૈભવ IPLના ઇતિહાસમાં ઓરેન્જ કેપ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.