વડોદરા: શહેરમાં પડેલા વરસાદ બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમા વિસ્તારને ખોડિયારનગર સાથે જોડતા કેનાલ બ્રિજ પાસેનો રોડ અને બોક્સ કલવર્ટ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ ધસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ પૃથ્વી સર્કલથી પોદ્દાર સ્કૂલ તરફ જતો નવો બ્રિજ હજુ સુધી જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી....