
Turkey Shooting: દક્ષિણ તુર્કીમાં એક ભયાનક ગોળીબારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક શખ્સે રેસ્ટોરન્ટમાં ઘુસી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઓછામાં ઓછા 4 લોકોનાં મોત થયા છે જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ, હુમલાખોરે રેસ્ટોરન્ટની અંદર અચાનક ગોળીબાર શરૂ કર્યો હતો. ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોએ નજીકના વિસ્તારમાં જીવ ગુમાવ્યો હતો. ફાયરિંગ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Istanbul Israeli Consulate Shooting: તુર્કીયેના ઇસ્તંબુલમાં ઇઝરાયલી કોન્સ્યુલેટ બિલ્ડિંગની બહાર ગોળીબાર થયો હતો. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ ઘટનામાં બે હુમલાખોરો માર્યા ગયા છે જ્યારે એકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. હુમલાખોરો લાંબા નાળાવાળી બંદૂકોથી સજ્જ હતા. ગોળીબાર દરમિયાન એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા. ગોળીબાર પછી તરત જ ઇમારતની આસપાસનો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલાની...