જાપાનમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઉઠી છે. ઉત્તર-પૂર્વીય ઇવાતે પ્રાંતમાં રવિવારે વહેલી સવારે 6.1ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જોકે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી અને પરમાણુ પ્લાન્ટમાં પણ કોઈ નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.