રાજકોટ જિલ્લાના જેતપુર-ધોરાજી રોડ પર ટ્રક ડ્રાઇવર સાથે લૂંટ ચલાવનાર બે આરોપીઓને જેતપુર સીટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો કડક પાઠ ભણાવ્યો છે. ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવતાં પોલીસે અસામાજિક તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જિલ્લામાં ગુનાખોરી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.