વડોદરામાં આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ અંતર્ગત મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને રજૂ કરતા અત્યાધુનિક પ્રદર્શનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 150થી વધુ સ્ટોલ સાથે યોજાયેલું આ પ્રદર્શન મુલાકાતીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.