
દેશભરમાં હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આગામી 24થી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.