T

Temple Trust

Junagadh: સ્વામિનારાયણ મંદિરમાં મુખ્ય ગેટના નિર્માણમાં રૂ.1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ

Junagadh: સ્વામિનારાયણ મંદિરમાં મુખ્ય ગેટના નિર્માણમાં રૂ.1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ

Junagadh: જૂનાગઢ શહેરના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના મુખ્ય ગેટના નિર્માણને લઈને કથિત છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મંદિરના મુખ્ય દ્વારના નિર્માણ માટે કોન્ટ્રાક્ટરને રૂ.1.51 કરોડની રકમ ચૂકવવામાં આવી હોવા છતાં કામ પૂર્ણ ન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મંદિરના કોઠારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Rahul Desai
રામ મંદિર ટ્રસ્ટમાં CEO બનવાની તક, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે અરજી મંગાવી; 18 જુલાઈ છેલ્લી તારીખ

રામ મંદિર ટ્રસ્ટમાં CEO બનવાની તક, શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે અરજી મંગાવી; 18 જુલાઈ છેલ્લી તારીખ

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર (ન્યાસ) દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે **મુખ્ય કાર્યકારી અધિકારી (CEO)**ની ભરતી માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઈ, સાંજે 4 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર પસંદગી પામનાર ઉમેદવારની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવશે. સંતોષકારક કામગીરીના આધારે આ કાર્યકાળ આગળ...

Rupin Bakraniya
અયોધ્યા મંદિર વિવાદ બાદ બેટ દ્વારકા જગત મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો, SIT તપાસની ઉઠી માંગ

અયોધ્યા મંદિર વિવાદ બાદ બેટ દ્વારકા જગત મંદિર ટ્રસ્ટ સામે ગંભીર આક્ષેપો, SIT તપાસની ઉઠી માંગ

Bet Dwarka Temple Trust Controversy: દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા સ્થિત ઐતિહાસિક અને પૌરાણિક જગત મંદિરના વહીવટ અને ટ્રસ્ટની કામગીરીને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. અયોધ્યા રામ મંદિરના દાનની રકમ ચોરીના મુદ્દે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે બેટ દ્વારકાના સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ધાર્મિક આગેવાનો દ્વારા પણ મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી...

Rupin Bakraniya