આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે મોટી સુવિધાની ભેટ આપી છે. શાળા-કોલેજ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 નવી બસો શરૂ કરવામાં આવી છે. આ બસ સેવાથી હજારો વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સમયસર પરિવહનની સુવિધા મળશે.