અમદાવાદ ગ્રામ્ય પોલીસને સાયબર બ્લેકમેલિંગના ગંભીર કેસમાં મોટી સફળતા મળી છે. કણભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ આપી સગીરાને વિશ્વાસમાં લઈને ન્યુડ વીડિયો કોલ કરાવી બ્લેકમેલ કરનાર મધ્યપ્રદેશના ગ્વાલિયરના આરોપી બીટ્ટુ ખાનની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પરિણીત હોવા છતાં પોતાને હિન્દુ અને અવિવાહિત યુવક તરીકે રજૂ કરી સગીરાને જાળમાં ફસાવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.