રાજકોટમાં વધુ એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મહિલાનો જીવ ગયો છે. જામટાવર ચોક ખાતે ટ્રકે બાઇકને અડફેટે લેતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શહેનાઝબેન દલનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમની સાથે રહેલા પુત્રનો આબાદ બચાવ થયો હતો.