
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની ગત રોજ વડોદરા SSG હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સાઈકિયાટ્રિસ્ટ વિભાગના રેસીડેન્ડ ડૉક્ટરોની ફરિયાદ મળતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સાઈકિયાટ્રિસ્ટ વિભાગના એસોસિએટ પ્રોફેસરની ભાવનગર બદલી કરી.

Vadodara: વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી ન્યૂ ઈરા સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે વિદ્યાર્થીને વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. શાળાના મેદાનમાં બનેલી આ ઘટનાને પગલે શાળા પરિસરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

લાંબા સમય બાદ વડોદરામાં કોરોનાનો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પેટલાદના એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તેને SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તબીબોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે.

વડોદરા-જરોદ રોડ પર આવેલા કોટંબી ગામ નજીક બુધવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી લક્ઝરી બસ હાઈવે પર આગળ ચાલી રહેલા ટ્રક સાથે પાછળથી જોરદાર રીતે અથડાતા સાત લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.