
ના વરાછા વિસ્તારમાં આવેલી State Bank of Indiaની શાખામાં થયેલી રૂ. 50 લાખની લૂંટના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ (DCB)એ મોટી સફળતા મેળવી છે. છેલ્લા ઘણા દિવસોથી 120થી વધુ પોલીસ જવાનો આ કેસ ઉકેલવા માટે સતત મહેનત કરી રહ્યા હતા. સઘન ટેકનિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડામાંથી બે મુખ્ય આરોપીઓને ઝડપી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

એસબીઆઈ બેન્કમાં થયેલા 52 લાખ રૂપિયાના દિવસદાઢે લૂંટકાંડને 6 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આરોપીઓને પકડવામાં સફળ થઈ નથી. જોકે તપાસ દરમિયાન લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ ત્રણ બાઈક મળી આવ્યા છે.