
ટીવીની જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેએ લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. તાજેતરમાં તે રિયાલિટી શો ‘લાફ્ટર શેફ્સ- અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ સીઝન 3’માં દર્શકોનું મનોરંજન કરતી જોવા મળી હતી. શોના ગ્રાન્ડ ફિનાલે બાદ અંકિતાએ પોતાના સમગ્ર સફરને યાદ કરતાં કહ્યું કે આ માત્ર એક શો નહોતો, પરંતુ લાખો પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું માધ્યમ બન્યો હતો.

લોકપ્રિય ગાયિકા સુનિધિ ચૌહાને લાંબા સમયથી સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે ન દેખાવા પાછળનું કારણ પ્રથમ વખત ખુલ્લેઆમ જણાવ્યું છે. અભિનેતા શેખર સુમનના ચેટ શો 'શેખર ટુનાઇટ'માં વાતચીત દરમિયાન સુનિધિએ કહ્યું કે રિયાલિટી શોથી દૂર રહેવાનો નિર્ણય સંપૂર્ણપણે તેમનો પોતાનો હતો.

રિયાલિટી શો 'લોક અપ સીઝન 2'ના લોન્ચ ઇવેન્ટ દરમિયાન અભિનેતા રિતેશ દેશમુખ એક પત્રકારના સવાલથી નારાજ થઈ ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.